અપડેટ@ગુજરાત: નવોદય વિદ્યાલય સમિતિએ શૈક્ષણિક સત્ર 2024-25 માટે ધોરણ 9 અને 11માંપ્રવેશ માટે ઓનલાઇન નોંધણી

 સરકાર માન્ય શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

પ્રવેશ માટે સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in દ્વારા નોંધણી કરી શકાય છે. પ્રવેશ માટે 31મી ઓક્ટોબર સુધી અરજી કરી શકાશે.પરિક્ષા  10 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવાશે.

પ્રવેશ JNV લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટના આધારે કરવામાં આવશે. પ્રવેશ માટે લેટરલ એન્ટ્રી પરીક્ષા 10 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા અને પ્રવેશ સંબંધિત તમામ માહિતી માટે તમે JNVની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકો છો.

લાયકાત

નવોદય વિદ્યાલયના ધોરણ 11માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ શૈક્ષણિક સત્ર 2023-24 દરમિયાન કોઈપણ માન્ય બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. જ્યારે ધોરણ 9માં પ્રવેશ માટે વિદ્યાર્થીએ JNV કાર્યરત હોય તેવા જિલ્લાની કોઈપણ એક સરકારી કે સરકાર માન્ય શાળાઓમાં ધોરણ 8માં અભ્યાસ કરતો હોવો જોઈએ.

આ ઉંમર હોવી 

ધોરણ 11માં પ્રવેશ માટે વિદ્યાર્થીની લઘુત્તમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ 17 વર્ષ હોવી જોઈએ અને વિદ્યાર્થીની જન્મ તારીખ 1 જૂન 2007 થી 31 જુલાઈ 2009 ની વચ્ચે હોવી જોઈએ. જ્યારે 9મા ધોરણમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓનો જન્મ 1લી મે 2009થી 31મી જુલાઈ 2011ની વચ્ચે હોવો જોઈએ.

નોંધણી

  • NVS ની સત્તાવાર વેબસાઇટ navodaya.gov.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ NVS વર્ગ 9 અથવા 11 LEST નોંધણી 2023 ની લિંક પર ક્લિક કરો.
  • વિગતો દાખલ કરીને નોંધણી કરો અને દસ્તાવેજો અપલોડ કરો.
  • હવે ફી ભરો અને સબમિટ કરો.

મેરિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે

તમને જણાવી દઈએ કે આ પહેલા NVS માત્ર ધોરણ 9માં પ્રવેશ માટે લેટરલ એન્ટ્રી પરીક્ષાનું આયોજન કરી શકે છે. હવે 11માં પ્રવેશ પર પણ તેનો અમલ કરવામાં આવ્યો છે. પ્રવેશ પરીક્ષા બાદ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને માત્ર મેરિટના આધારે જ પ્રવેશ આપવામાં આવશે.