અપડેટ@ગુજરાત: શૌર્યયાત્રા-મહાદેવની પૂજા-ડમરું-ઢોલનો નાદ, જાણો વધુ વિગતે
વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના કરશે.
Jan 11, 2026, 12:56 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે આવેલ છે. ગુજરાતના ત્રિ-દિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક 'સોમનાથ સ્વાભિમાન પર્વ 2026'ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થશે.
પ્રથમ દિવસે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા, ઓમકાર જાપ અનુષ્ઠાન અને ભવ્ય ડ્રોન-શો નિહાળ્યા બાદ, આજે બીજા દિવસે વડાપ્રધાન સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા-અર્ચના કરશે. સોમનાથના ઈતિહાસમાં પ્રથમવાર યોજાનારા 1 કિલોમીટર લાંબા ભવ્ય શૌર્યયાત્રામાં વડાપ્રધાન જોડાયા. ત્યાર બાદ તેમણે સોમનાથ મંદિર માટે બલિદાન આપનાર વીરોને પુષ્પાંજલી અર્પણ કરી. જે બાદ PM મોદીએ સોમનાથમાં મંદિરમાં ભોળાનાથની પૂજા શરૂ કરી.

