અપડેટ@ગુજરાત: મોબાઈલ ફોન વિક્રેતાઓ પર સ્ટેટ GST વિભાગે દરોડા પાડ્યા
કરચોરી કર્યાનું કૌભાંડ સામે આવ્યું
Oct 23, 2023, 18:17 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતભરમાં મોબાઈલ ફોન વિક્રેતાઓ પર સ્ટેટ GST વિભાગે દરોડા (GST Raid) પાડ્યા. અમદાવાદ વડોદરા, રાજકોટ, સુરત, ભુજના 79 મોબાઈલ વિક્રેતા પર દરોડા પાડવામાં આવ્યા. જે દરમિયાન 22 કરોડની ખોટી વેરાશાખ ભોગવી કરચોરી કર્યાનું કૌભાંડ સામે આવ્યું છે. તો તપાસ દરમિયાન 500થી વધુ મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા.
વેપારીઓ દ્વારા કંપનીના મોબાઈલ ફોનની ખરીદી ટેક્સ ઈનવોઈસથી કરાતી હતી. જે બાદ રોકડેથી બિલ વગર વેચાણ કરી ફોનની વેરાશાખનો ઉપયોગ ગ્રે-માર્કેટમાંથી ખરીદેલા ફોનના વેચાણના ભરવાપાત્ર વેરા માટે કરાતો હતો. આમ વેપારીઓ દ્વારા આયોજનબદ્ધ કર ચોરી આચરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. GST વિભાગ દ્વારા 3 કરોડની વસુલાત સાથે 500 મોબાઈલ જપ્ત કરાયા છે.