અપડેટ@ગુજરાત: સગીરા પર ગેંગરેપની ઘટના ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચ્યા

 સગીરાને લઈને તેના મા-બાપ તાત્કાલિક ઉનાવા પોલીસ મથકે પહોંચ્યા હતા 
 
અપડેટ@ગુજરાત: સગીરા પર ગેંગરેપની ઘટના ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

સગીરા પર ત્રણ શખ્સોએ ગેંગરેપ આચર્યો હોવાની ઘટના સામે આવી હતી. ઊંઝા નજીક નરાધમોએ વારાફરતી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે આ ત્રણેય આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે દબોચી ગણતરીના કલાકોમાં જેલ હવાલે કરી દીધા છે.મહેસાણાના ઊંઝા નજીક ઉનાવા પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ઊંઝા નજીકના એક ગામની સગીરા પોતાની બીમારીની દવા લેવા માટે અવારનવાર પાટણના ધારપુર નજીક સિવિલ હોસ્પિટલમાં જતી હતી.ત્યારે હોસ્પિટલની નજીકના મેડિકલ સ્ટોરમાં કામ કરતા સંજય ઠાકોર નામના યુવક સાથે સગીરા સંપર્કમાં આવી હતી અને ફોન નંબરની આપ લે થઈ હતી. ત્યાર બાદ ફોન પર વાતચીત શરૂ થઈ હતી.

આ દરમિયાન એક દિવસ સંજય ઠાકોરે સગીરાના ગામે મળવા આવવાની વાત કરી. સગીરાને રાત્રે 11 વાગ્યે મળવા આવવાનું કહેલું અને જો ના આવે તો તેના ઘરે જવાની ધમકી આપી હતી. તેથી સગીરા 5 સપ્ટેમ્બરે રાત્રે 11:00 વાગ્યે ગામની સીમમાં સંજય ઠાકોરને મળવા ગઈ હતી. જ્યાં સંજય ઠાકોર સાથે વિશાલ ઠાકોર નામનો પણ યુવક હતો.

સગીરાએ તેની સાથે જવાની ના પાડવા છતાં સંજય ઠાકોરે સગીરાને ધમકી આપી બાઈક પર બેસાડી તેના મિત્ર સાથે ગામથી દૂર અવાવરું જગ્યામાં ઝાડીમાં લઈ ગયો હતો. જ્યાં પહોંચતા સંજય ઠાકોર અને વિશાલ ઠાકોરના પ્લાન મુજબ વિક્રમ રાવળ નામનો યુવક પણ ત્યાં ઉભો હતો. ત્યારે સગીરા કંઈ બોલે એ પહેલા જ સંજય ઠાકોરે સગીરાને ઝાડીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાં ઉભેલા વિશાલ ઠાકોર અને વિક્રમ રાવળ પણ વારાફરથી સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના બાદ સગીરા ગભરાઈ ગઈ હતી. તેથી આ ત્રણેય શખ્સો સગીરાને ત્યાં જ મૂકી ફરાર થઈ ગયા હતા. ત્યાર બાદ મહામુસીબતે સગીરા રાત્રે પોતાના ઘરે પહોંચી હતી. ઘરે પહોંચતા જ સગીરાએ પોતાની સાથે બનેલી ઘટના પોતાના મા બાપને જણાવી હતી. ત્યાર બાદ સગીરાને લઈને તેના મા-બાપ તાત્કાલિક ઉનાવા પોલીસ મથકે પહોંચ્યા હતા અને ત્રણેય નરાધમો સામે ફરિયાદ નોંધાવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ઉનાવા પોલીસ, વિસનગર ડીવાયએસપી અને એસ.પી. એલર્ટ મોડમાં આવી ગયા હતા અને સવાર પડે તે પહેલા રાતોરાત સંજય ઠાકોર, વિશાલ ઠાકોર અને વિક્રમ રાવળને જેલ ભેગા કરી દીધા. આ ત્રણેયની પોલીસે ધરપકડ કરી મેડિકલ કરાવ્યા બાદ હવે રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.