અપડેટ@મોબાઈલ: હવે Google Pay અને PhonePeનું કામ વોટ્સએપ દ્વારા પણ થઈ શકશે.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલના સમયમાં દરેક લોકો મોબાઈલનો ઉપયોગ કરતા થયા છે. દુનિયા ભરમાં લોકોની મનપસંદ એપ વોટ્સએપ બની છે. લોકો વોટ્સએપ ઉપયોગ મેસેજ,વિડીઓ કોલ માટે કરતા હોય છે. વોટ્સએપમાં નવા-નવા ફિચર્સ આવતાજ હોય છે.જે લોકોને ખુબજ ઉપયોગી થાય છે. વોટ્સએપ દરેકના મોબાઈલ ફોનમાં જોવા મળ છે. વોટ્સએપ દ્વારા હમણા સુધી ફોટો-વીડિયો અને મેસેજની આપ લે થઈ શકતી હતી. પણ હવે Google Pay અને PhonePeનું કામ વોટ્સએપ દ્વારા પણ થઈ શકશે. હવે મેસેજની જેમ વોટ્સએપથી પૈસા પણ મોકલી શકાશે.
WhatsApp પેમેન્ટ ફીચર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા વિકસિત UPI પર આધારિત છે. WhatsApp ફોન નંબરો પર અથવા કોઈપણ UPI QR કોડને સ્કેન કરીને ચૂકવણી કરવાની મંજૂરી આપે છે. અન્ય પેમેન્ટ એપ્લિકેશન્સની જેમ, તેના પર નાણાંની લેવડદેવડ માટે કોઈ વધારાનો ખર્ચ લાગતો નથી. વોટ્સએપ દ્વારા પેમેન્ટ કરવા માટે તમારે બેંક એકાઉન્ટ એડ કરવું પડશે.
સૌથી પહેલા વોટ્સએપ ઓપન કરો અને 3 ડોટ્સ (⋮) પર ક્લિક કરો અને પેમેન્ટ ઓપ્શન પર જાઓ.હવે Add a payment method વિકલ્પ પર ક્લિક કરો.સ્વીકારો અને ચાલુ રાખો પર ક્લિક કરો અને આગળના પગલામાં બેંકોની સૂચિમાંથી તમારું ખાતું જેમાં બેંક છે તેને પસંદ કરો.
બેંક એકાઉન્ટને WhatsApp પેમેન્ટ સાથે લિંક કરવા માટે, વેરિફાઈ પર ક્લિક કરો અને તમારો મોબાઈલ નંબર પસંદ કરો જેની સાથે તમારું WhatsApp અને બેંક એકાઉન્ટ બંને લિંક છે.તમારો નંબર તમારી બેંક સાથે વેરિફાઈ કરવામાં આવશે અને તમારી સામે ખાતાઓની યાદી દેખાશે. તમારા એકાઉન્ટ નંબર અનુસાર, તે એકાઉન્ટ પસંદ કરો જેમાંથી તમે WhatsApp પર પેમેન્ટ કરવા માંગો છો.
તમને UPI ID બનાવવા માટે કહેવામાં આવશે. આ માટે તમારી પાસે ATM કાર્ડ હોવું જરૂરી છે. પરંતુ જો તમે પહેલાથી જ UPI ID બનાવ્યું છે, તો તમારે અહીં ફક્ત PIN દાખલ કરવો પડશે, જેના પછી તમે સરળતાથી ચુકવણી કરી શકશો. UPI ID બનાવવા માટે, તમારા ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંકો અને સમાપ્તિ તારીખ દાખલ કરો અને તેના પર ક્લિક કરો. વેરીફાઈ કાર્ડ બટન. પર ક્લિક કરો.
હવે તમારા ફોન પર મળેલ OTP ને Enter OTP અને તમારો નવો UPI PIN સેટ UPI PIN માં દાખલ કરો અને નીચે આપેલા ટિક આઇકોન પર ક્લિક કરો.હવે આગલી સ્ક્રીનમાં, તમારા દ્વારા બનાવેલ UPI PIN ફરીથી દાખલ કરો અને તેની પુષ્ટિ કરવા માટે ટિક માર્ક પર ક્લિક કરો. જેવું તમે આ કરશો, તમારું બેંક એકાઉન્ટ WhatsApp પેમેન્ટ સાથે લિંક થઈ જશે.