અપડેટ@મોરબી: દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પડ્યો

મિત્રતા કેળવી ધાક ધમકીઓ આપી શરીર સંબંધ બાંધી
 
 અપડેટ@મોરબી: દુષ્કર્મ આચરી યુવતીને ગર્ભવતી બનાવનાર આરોપીને પોલીસે ઝડપી પડ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ ગ્રામ્ય પંથકમાં રહેતી યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે છ માસ પૂર્વે આરોપી કાનો ભૂપત કોળી રહે ઘૂટું વાળા ઇસમેં ઇન્સ્ટાગ્રામ મારફત મિત્રતા કેળવી યુવતીને વિશ્વાસમાં લઈને મળવા માટે બોલાવી હતી જ્યાં યુવતીના પરિવારને મારી નાખવાની ધમકી આપી બે વખત દુષ્કર્મ આચર્યું હતું જેથી યુવતી ગર્ભવતી બની ગઈ હતી ભોગ બનનાર યુવતીને પાંચ માસનો ગર્ભ હોય જેથી યુવતીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી

જે બનાવ મામલે તાલુકા પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી વધુ તપાસ મોરબી તાલુકા મહિલા પીએસઆઈ ભાનુબેન બગડાની ટીમ ચલાવી રહી હોય આરોપી જયકિશન ઉર્ફે કાનો ભૂપત સરવૈયા (ઉ.વ.૨૧) રહે ઘૂટું વાળા ઈસમને ઝડપી લીધો છે અને કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરવામાં આવશે