અપડેટ@સુરત: કલેક્ટર કચેરીએ દોડાવી-દોડાવી શ્રમિકોને પોલીસે ડિટેઈન કર્યાં, જાણો વધુ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરતમાં એમ્બ્રોડરી એકમોમાં સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગણીઓને લઈને આજે શ્રમિકો દ્વારા મહાઆંદોલન અને સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આંદોલન શરૂ થાય તે પહેલાં જ પાંડેસરા પોલીસે મજૂર યુનિયનના બે અગ્રણી નેતા સુરેશ સોનવણે અને મલખાનસિંહ સહિત 6થી વધુ કામદાર નેતાઓની અટકાયત કરી લીધી હતી.
જો કે કેટલાક શ્રમિકો કલેક્ટર કચેરી બહાર ભેગા થયા હતા. પરંતુ વિરોધની પોલીસે મંજૂરી આપી ન હોવાથી શ્રમિકોને ડિટેઈન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. આ સમયે કેટલાક શ્રમિકો પોલીસથી બચવા માટે ભાગી ગયા હતા. જો કે કેટલાક શ્રમિકોને પોલીસે દોડાવી-દોડાવીને ડિટેઈન કર્યાં હતા. અત્યાર સુધીમાં 10થી વધુ પોલીસની બસ-વાનમાં શ્રમિકોને ભરીને લઈ જવામાં આવ્યા છે. ડીસીપીના જણાવ્યા અનુસાર 70 શ્રમિકોને ડિટેઈન કરવામાં આવ્યા છે.
આ નેતાઓની અટકાયત
સુરેશ સોનવણે, પ્રમુખ, રાષ્ટ્રીય મજદૂર સેના
રમાકાંત પાંડે, પ્રમુખ, સુરત સંઘર્ષ લેબર યુનિયન
મલખાનસિંહ વર્મા, પ્રમુખ, સાર્વજનિક મજદૂર એકતા યુનિયન
સંદીપ પટેલ, CJP સભ્ય
વિનય પાઠક, કામદાર

