અપડેટ@વર્લ્ડ: ટ્રમ્પે કહ્યું, ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા જીતી ચૂક્યું, પરંતુ લડાઈ ચાલુ રહેશે, જાણો વધુ વિગતે

તેમનો દાવો છે કે અમેરિકી સેનાએ ઈરાનની સૈન્ય તાકાતને ઘણી હદ સુધી નબળી પાડી દીધી છે.
 
અપડેટ@વર્લ્ડ: ટ્રમ્પે કહ્યું, ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા જીતી ચૂક્યું, પરંતુ લડાઈ ચાલુ રહેશે, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમેરિકા ઇઝરાયલ અને ઇરાન વચ્ચે કેટલાક દિવસથી યુદ્ધ ચાલતુ હતું. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધમાં અમેરિકા જીતી ચૂક્યું છે. તેમણે આ વાત કેન્ટકી રાજ્યમાં એક રેલી દરમિયાન કહી હતી.

ટ્રમ્પે કહ્યું કે જીતની જાહેરાત ઉતાવળમાં ન કરવી જોઈએ, પરંતુ તેમના મતે યુદ્ધના પહેલા કલાકમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે અમેરિકા આગળ છે. તેમનો દાવો છે કે અમેરિકી સેનાએ ઈરાનની સૈન્ય તાકાતને ઘણી હદ સુધી નબળી પાડી દીધી છે.
બીજી તરફ અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને સંસદને જણાવ્યું કે ઈરાન સાથેના યુદ્ધના શરૂઆતના 6 દિવસમાં અમેરિકાએ આશરે 11.3 અબજ ડોલર ખર્ચ્યા છે. તેમાંથી લગભગ 5 અબજ ડોલર  હથિયારો અને દારૂગોળા પર ખર્ચવામાં આવ્યા છે.
બીજી બાજુ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાને કહ્યું કે યુદ્ધ ખતમ કરવા માટે ત્રણ શરતો જરૂરી છે: 1. ઈરાનના કાનૂની અધિકારોને માન્યતા આપવામાં આવે, 2. યુદ્ધથી થયેલા નુકસાનની ભરપાઈ કરવામાં આવે, 3. ભવિષ્યમાં હુમલો ન થાય તે માટે આંતરરાષ્ટ્રીય ગેરંટી મળે.