અપડેટ@વર્લ્ડ: અમેરિકાનું પાકિસ્તાનની અપીલ પર એકતરફી યુદ્ધવિરામ, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા, પાકિસ્તાનની અપીલ પર ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધવિરામને આગળ વધારી રહ્યું છે. જોકે તેમણે એ નથી કહ્યું કે આ કેટલા દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.
ટ્રમ્પે કહ્યું કે ઈરાનની અંદર આ સમયે નેતૃત્વ અને સરકારમાં એકતા નથી. આવા સમયે પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફ અને આર્મી ચીફે તેમને ઈરાન પર થોડા સમય માટે હુમલા રોકવાની અપીલ કરી, જેથી ઈરાનને સંયુક્ત પ્રસ્તાવ તૈયાર કરવાનો સમય મળી શકે.
ટ્રમ્પે કહ્યું કે આ અપીલને માન્ય રાખીને તેમણે અમેરિકી સેનાને હાલ હુમલો રોકવાનો આદેશ આપ્યો છે. જોકે, સેનાને સંપૂર્ણપણે તૈયાર રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે અને ઈરાન પર દબાણ જાળવી રાખવા માટે નાકાબંધી ચાલુ રહેશે.
તેમણે સ્પષ્ટ કર્યું કે સીઝફાયર ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઈરાન પોતાની તરફથી નક્કર અને એકજુટ પ્રસ્તાવ ન આપે અને વાતચીત પૂરી ન થાય, ભલે તેનું પરિણામ કંઈ પણ આવે.
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે મંગળવારે અમેરિકી રાજદ્વારી નતાલી બેકર સાથે મુલાકાત કરી અમેરિકાને યુદ્ધવિરામ વધારવાની અપીલ કરી.

