ઉત્સવ@ગુજરાત: આજે આકાશમાં રંગબેરંગી પતંગો છવાશે અને વાતાવરણમાં કાઈપો, લપેટના નારા ગુંજી ઊઠશે
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં મોડીરાત સુધી પતંગરસિકોની ભારે ભીડ જોવા મળી હતી.
Jan 14, 2025, 11:06 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે. લોકો ધામધૂમથી આ તહેવારની મજા માની રહ્યા છે. ગુજરાતમાં આજે આકાશમાં રંગબેરંગી પતંગો છવાશે અને વાતાવરણમાં કાઈપો છે અને લપેટના નારા ગુંજી ઊઠશે.
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતનાં શહેરોમાં મોડીરાત સુધી પતંગરસિકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકો દિવસભર પતંગ ચગાવવાની સાથે મ્યુઝિક વગાડી ઊંધિયા-જલેબીની જિયાફત માણવાની પણ પૂરતી તૈયારી કરી રાખી છે.
ઉત્તરાયણના આ પર્વ પર કોઈ અકસ્માત સર્જાય તો તેના માટે 108, કરુણા અભિયાન અને ફાયરની ટીમો પણ ખડેપગે રહેશે.