તહેવાર@ગુજરાત: સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ
26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે.
Updated: Feb 24, 2025, 15:31 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
શિવરાત્રીનો તહેવાર ટૂંક સમયમાં આવી રહ્યો છે. કેટલીક જગ્યાએ આ તહેવારની ધામધૂમથી ઉજવણી કરવામાં આવતી હોય છે. શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.
મંદિર 26 ફેબ્રુઆરીએ સવારે 4 વાગ્યાથી સતત 42 કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે. સવારે 8 વાગ્યે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે 8થી 11 અને બપોરે 1થી 5 વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.