વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થશે

મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના 
 
વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઠંડીનો અહેસાસ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 હવામાન વિભાગની આગાહી અનુસાર આજે  ઠંડીનો અહેસાસ થશે. તેમજ રાજ્યમાં નવેમ્બર અંત અને ડિસેમ્બરથી ઠંડીમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. તો આજે અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ખેડા, કચ્છ, પાટણ, પંચમહાલ, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

તો આ તરફ બનાસકાંઠા, અરવલ્લી, દાહોદ,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બોટાદ, દેવભૂમિ દ્વારકા, નવસારી, રાજકોટ, તાપી સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, બનાસકાંઠા,મોરબી, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો પોરબંદરમાં 25 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ મહીસાગર, ડાંગ જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.