વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગની અનુસાર રાજ્યમાં કડકડતી ઠંડી પડવાની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ઠંડીમાં વધારો જોવા મળશે. તો આજે અમદાવાદ,અરવલ્લી, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, જામનગર, મહીસાગર,મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમરેલી, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો ભરુચ, બોટાદ, છોટાઉદેપુર, નર્મદા, રાજકોટ, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ આણંદ, ભાવનગર, ખેડા, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભરુચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, જામનગર, નર્મદા, તાપી સહિતના જિલ્લાઓમાં 17 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો અમદાવાદ, આણંદ, અરવલ્લી, દાહોદ,ખેડા, મહિસાગર, મોરબી, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
તો આ તરફ ગીર સોમનાથ, નવસારી, પોરબંદર, સુરત, વલસાડ સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.તેમજ બનાસકાંઠા, ગાંધીનગર, કચ્છ, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.