હવામાન@અમદાવાદ: અંબાલાલ પટેલની વરસાદને લઈને નવી આગાહી જાણો એકજ ક્લિકે

રાજ્યમાં ગરમી અને બફારા વચ્ચે વરસાદ પણ થઇ રહ્યો છે
 
હવામાન@અમદાવાદ: અંબાલાલ પટેલની વરસાદને લઈને  નવી આગાહી જાણો એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ત્યારે આજે રવિવારના દિવસે હવામાન કેવું રહેશે, તેની પર સૌથી ખાસ નજર છે.

તેની પાછળનું મુખ્ય કારણ આઇપીએલની ફાઇનલ મેચ છે. આજે અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ યોજાવવાની છે. એક દિવસ અગાઉ સાંજના સમયે અમદાવાદમાં પડેલા વરસાદને લીધે ક્રિકેટરસિકો વિચારતાં થયા છે કે, આઇપીએલની ફાઇનલ મેચમાં વરસાદ વિધ્ન ઊભું ન કરે. જોકે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અગાઉ જ આગાહી કરી ચૂક્યાં છે કે, આ દિવસોમાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતના ઘણા ભાગમાં ચક્રવાતની અસર થઈ શકે છે. 28 મેથી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં ચક્રવાત સર્જાશે. અરબ સાગરમાં મધ્ય પ્રકારનું ચક્રવાત સર્જાશે. ચક્રવાતને કારણે ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. અંબાલાલ પટેલ અનુસાર, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ફરી માવઠું થઈ શકે છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં માવઠું થઈ શકે છે.તેમણે જણાવ્યું હતું કે, 23 મેથી હવામાનમાં પલટો આવશે. 24થી 30 મેના દેશના ઉતર પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પૂર્વ યુપીમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે કરા પડવાની શક્યતા રહેશે. જેની અસરના કારણે ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા રહેશે.

હવે જોઇએ કે હવામાન વિભાગે આજે વરસાદને લઇને શું આગાહી કરી હતી? હવે ક્રિકેટપ્રેમીઓમાં ચિંતા છે કે, 28 મે રોજ અમદાવાદમાં વરસાદ વિધ્ન બનશે કે નહીં? જોકે, 26મી મેના રોજ પણ વરસાદની આગાહી ન હતી. પરંતુ હવામાન વિભાગે 3 કલાકની આગાહીમાં કહ્યું હતું કે, અમદાવાદમાં સાંજે વરસાદ થઇ શકે છે. જે બાદ અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. જોકે, મેચ ચાલુ થાય તે પહેલા વરસાદ રોકાઇ ગયો હતો. પરંતુ હવે 28 મેના વરસાદ થશે કે નહીં?

અમદાવાદમાં 28 મેના રોજ વાતાવરણ કેવું રહેશે તેને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે, અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી અસપાસ રહેશે. 28 મેના વરસાદની આગાહી આપવામાં આવી નથી. પરંતુ વરસાદ થઇ પણ શકે છે. જોકે, મોડલ બતાવી રહ્યું છે કે અમદાવાદમાં વરસાદ થવાની શકયતા ઓછી છે. લોકલ કનેક્ટિવિટીના કારણે થઇ પણ શકે છે. જોકે, 26 મેના પણ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ થયો હતો.