આગાહી@ગુજરાત: 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બંગાળના ઉપસાગરમાં બનેલ ડીપ ડિપ્રેશનના પગલે 6 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલે વ્યક્ત કરી છે.
પંચમહાલ, છોટાઉદેપુર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે નદીઓમાં પુર જેવી સ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા છે.
પોરબંદર, દ્વારકા અને જામનગર વિસ્તારમાં વરસાદની શક્યતા છે. કચ્છના ભાગોમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં 12થી 16 ઓગસ્ટ વચ્ચે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.