હવામાન@ગુજરાત: લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાતા રાજ્યના સૌથી વધારે ઠંડા શહેરોમાં ગાંધીનગર બીજા ક્રમે

સતત બીજા દિવસે ઉત્તરીય ઠંડા પવનોની હાજરીને પગલે ઠંડીનું જોર વધ્યું છે.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. લઘુતમ તાપમાન 14.5 ડિગ્રી નોંધાતા રાજ્યના સૌથી વધારે ઠંડા શહેરોમાં ગાંધીનગર બીજા ક્રમે રહ્યું હતું. જ્યારે લઘુતમ તાપમાન 11.6 ડીગ્રી સાથે નલિયા રાજ્યનું પ્રથમ ઠંડું શહેર રહ્યું હતું. ચોવીસ કલાકમાં ઠંડીનું જોર વધતા લઘુતમ તાપમાનમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. તેની પાછળ સતત બીજા દિવસે ઉત્તરીય ઠંડા પવનોની હાજરીને પગલે ઠંડીનું જોર વધ્યું છે.

વધતી જતી ઠંડીની વચ્ચે નગરના મહત્તમ તાપમાનમાં કોઇ જ નોંધપાત્ર વધારો કે ઘટાડો 7 દિવસમાં થયો નથી. આથી ગુરુવારે નગરનું મહત્તમ તાપમાન 31 ડીગ્રી નોંધાયું છે. જ્યારે તેની સામે નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે 79 ટકા અને સાંજે 73 ટકા નોંધાયું છે.