હવામાન@ગુજરાત: ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હવે કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી

14 અને 15 ઓક્ટોબરે બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
 
 હવામાન@ગુજરાત: ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હવે કમોસમી વરસાદની અંબાલાલ પટેલની આગાહી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ચોમાસાની વિદાય થઇ ગઈ છે. એવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી વાતાવરણ વિશે આગાહી કરી છે. ચોમાસાની વિદાય થઇ ચૂકી છે. હવે ધીમા પગલે શિયાળાની શરૂઆત થશે. રાજ્યમાં દક્ષિણ પશ્ચિમ-પશ્ચિમના પવન ફૂંકાઇ રહ્યા છે. જ્યારે આગામી 6 દિવસ તાપમાન યથાવત રહેશે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, શિયાળાની સિઝનમાં વારંવાર વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. સાથે જ તેમણે જણાવ્યું કે, વેસ્ટન ડિસ્ટર્બન્સની ગુજરાતના હવામાન પર કેવી અસર પડશે

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતાં જણાવ્યું છે કે, આજે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. જે દેશના ઉત્તરીય પ્રર્વતીય પ્રદેશ તરફ આવશે અને ભારે કરા તથા કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. શિયાળાની સિઝનની સૌપ્રથમ હિમ વર્ષા થવાની શક્યતા રહેશે. જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 14 અને 15 ઓક્ટોબરે બીજું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે હિમાલય, જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગોમાં કરા પડવાની શક્તા છે. જેથી ગુજરાતમાં ઠંડીનો અનુભવ થશે. 

તેમજ 17થી 19 ઓક્ટોબરે મજબુત વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે. જેના લીધે અરબ સાગરમાં હલચલ જોવા મળશે. અરબ સાગરમાં એક સર્કયુલેશન સક્રિય થતાં છેક ગુજરાત સુધી કમોસમી વરસાદની શક્યતા રહેશે. અરબ સાગરના ભેજના કારણે 17થી 19માં કચ્છના ભાગો, સૌરાષ્ટ્રના ભાગો, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે.

20 ઓક્ટોબરથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા રહેશે. 24થી 26 ઓક્ટોબરમાં તે ગતિ પકડી શકે. 20 ઓક્ટોબરે અરબ સાગરથી દૂર લો પ્રેશર બનશે અને લો પ્રેશર અરબ સાગરમાં આવશે એવી ધારણા રહેશે. જોકે, 12 ઓક્ટોબરથી અરબ સાગર અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. આ વર્ષે વારંવાર વેસ્ટરન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડી વહેલી આવી શકે છે.