હવામાન@ગુજરાત: કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો, 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું

અમરેલીમાં 10 ડિગ્રી, 
 
હવામાન@ગુજરાત: કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો, 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. જેમાં 21 શહેરોમાં તાપમાન 16 ડિગ્રી આસપાસ નોંધાયું છે. તેમજ 8.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બન્યુ છે.

અમરેલીમાં 10 ડિગ્રી, પોરબંદર અને કેશોદમાં 11 ડિગ્રી તથા રાજકોટ અને ડિસામાં તાપમાન 11 ડિગ્રી છે.

સુરેન્દ્રનગર અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું

સુરેન્દ્રનગર અને કંડલામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મહુવામાં 13 ડિગ્રી, વલ્લભવિદ્યાનગરમાં 15 ડિગ્રી સાથે અમદાવાદમાં તાપમાન 14.5, ગાંધીનગરમાં 13.0, ડીસા 11.3 ડિગ્રી તાપમાન, વલ્લભવિધ્યાનગર 15.5 ડિગ્રી તથા વડોદરા 16.0 ડિગ્રી તાપમાન, સુરત 16.2 ડિગ્રી તાપમાન છે. સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેમાં કચ્છ જિલ્લામાં પણ લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહયા છે.

નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિઝીટમાં નોંધાઇ રહ્યો છે

કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં ઠંડીનો પારો સિંગલ ડિઝીટમાં નોંધાઇ રહ્યો છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં ભુજ 11.8 ડિગ્રી તાપમાન, કંડલા 12.2 ડિગ્રી તાપમાન છે. તથા અમરેલી 10.4 ડિગ્રી તાપમાન, પોરબંદર 11.2 ડિગ્રી, રાજકોટ 11.5 ડિગ્રી તાપમાન , સુરેન્દ્રનગર 12.4 ડિગ્રી સાથે મહુવા 13.1 ડિગ્રી, કેશોદ 11.0 ડિગ્રી તાપમાન છે.