હવામાન@ગુજરાત: આજથી ગરમીનો પારો વધશે, જાણો કેવું રહશે વાતાવરણ ?
24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે.
Feb 21, 2025, 07:25 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે.. શિયાળાની વિદાઈનો સમય આવી ગયો છે. હવે બપોરે ગરમી અને રાતે ઠંડીનો અનભુવ થતો હોય છે. રાજ્યમાં મહત્તમ અને લઘુતમ તાપમાનને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાતભરમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય.
રાજ્યમાં શુષ્ક હવામાનની સંભાવના હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હાલ ગુજરાતમાં ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે, હવામાન વિભાગની આગાહી મુજબ, ઉત્તર પશ્રિમથી ઉત્તર દિશાના પવનો નીચલા સ્તરે હોવાથી તાપમાનમાં નજીવી વધઘટ જોવા મળી રહી છે.
ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના ભાગોમાં દિવસના તાપમાનમાં વધારો નોંધાયો છે. જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના સામાન્ય તાપમાનથી વધુ ડિગ્રી અને અન્ય વિસ્તારોમાં તાપમાન સામાન્ય રહ્યું છે.