વાતાવરણ@ગુજરાત: હીટવેવ, વાવાઝોડું અને વરસાદ...હવામાન ખાતાએ ત્રેવડી આગાહી કરી

 
વાતાવરણ@ગુજરાત: હીટવેવ, વાવાઝોડું અને વરસાદ...હવામાન ખાતાએ ત્રણ આગાહી કરી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હીટવેવ, વાવાઝોડું અને વરસાદ...હવામાન ખાતાએ ત્રણ-ત્રણ આગાહી કરી છે.

આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા, કચ્છ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ અને રાજકોટમાં હીટવેવ ચેતવણી છે.આ બાજુ 24 મેની આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડાની સંભાવના છે.

જો આ વાવાઝોડુ શક્તિશાળી બને અને આગળ વધે તો ગુજરાતમાં 27મી મેની આસપાસ ભારે વરસાદની શક્યતા છે. આ તરફ ગઈકાલે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો..45.3 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર હોટેસ્ટ સિટી રહ્યું..