હવામાન@ગુજરાત: નલિયા 10.8°C સાથે સૌથી ઠંડું, સામાન્ય કરતાં 4 ડિગ્રી ઓછું તાપમાન

રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં શિયાળાએ હવે જમાવટ કરી દીધી છે. રાજ્યના 8 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાતા વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છનું નલિયા 11.5°C સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. જ્યારે ગાંધીનગરમાં 14°C, અમરેલીમાં 14.8°C, ડીસામાં 14.8°C તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.7°C નોંધાયું હતું.હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે, 4 ડિસેમ્બર સુધી ઠંડીમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીનો ચમકારો યથાવત રહેશે.ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનોના કારણે ઠંડી વધી છે. ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહેશે.વહેલી સવારે લોકો સ્વેટર, શાલ અને મફલરનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. ચાની લારીઓ પર પણ ભીડ વધી છે

.હવામાન વિભાગની સૂચના: વહેલી સવારે અને મોડી રાત્રે બહાર નીકળતી વખતે ગરમ કપડાં પહેરવા, વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખવું.