હવામાન@ગુજરાત: પોરબંદરમાં કાળઝાળ ગરમીમાં મહત્તમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું

હિટવેવની આગાહી કરવામાં આવી છે. 
 
ગરમી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ઉનાળાની શરૂવાત થઇ ગઈ છે. કાળઝાળ ગરમી પડી રહી છે.  પોરબંદર સહિત કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવી છે. હિટવેવની આગાહી વચ્ચે ગઈકાલે મહતમ તાપમાન 36.4 ડિગ્રી રહ્યું હતું.

જ્યારે આજે શનિવારે મહતમ તાપમાન 36.8 ડિગ્રી નોંધાયું હતું. ગઈકાલે લઘુતમ તાપમાન 23.4 ડિગ્રી રહ્યું હતું જ્યારે આજે શનિવારે લઘુતમ તાપમાન 23.9 ડીગ્રીએ પહોચ્યું છે, ત્યારે સવારથી સાંજ સુધી વાતાવરણમાં ગરમીનો અહેસાસ થાય છે. બપોરે તો કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. લોકો પંખા અને એસીનો સહારો લઇ રહ્યા છે અને રાત્રે લોકો ચોપાટી, પેરેડાઈઝ ફુવારા, ખીજડીપ્લોટ ગાર્ડન સહિતના સ્થળે ટહેલવા નીકળે છે. હિટવેવ દરમ્યાન લોકોએ પુષ્કળ પાણી પીવું જોઈએ અને અનિવાર્ય સંજોગો સિવાય બપોરના સમયે ઘરની બહાર તડકામાં નીકળવાનું ટાળવું જોઈએ તેવું સરકારી હોસ્પિટલના તબીબે જણાવ્યું છે.

પોરબંદરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે ગરમીના કારણે માથામાં દુખાવાની ફરિયાદો વધી છે. ગરમીના કારણે માથામાં દુખાવો થાય છે અને સતત માથું દુખતું રહે છે. લોકોએ દિવસ દરમ્યાન 2 વખત સ્નાન કરવું જોઈએ અને વધુ દુખાવો ઉપડે ત્યારે હોસ્પિટલ સારવાર લેવી જોઈએ તેવું સરકારી હોસ્પિટલના તબીબે જણાવ્યું હતું.