હવામાન@ગુજરાત: 5 એપ્રિલથી વરસાદનું જોર ઘટવા લાગશે,ખેડૂતો ને મળશે રાહત
ગુજરાતીઓ માટે સારા સમાચાર

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે બે દિવસ બાદ રાજ્યના ઘણા વિસ્તારમાં મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવાની દિશામાં પલટો આવતા સૂકી હવા આવશે અને ભેજનું પ્રમાણ ઘટશે તેથી ગરમીમાં વધારો થવા લાગશે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં વરસાદ થવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
5મી મેથી વરસાદનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર સહિતના ભાગોમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. વરસાદની સાથે થંડરસ્ટ્રોમ લાઈટનિંગ પણ થઈ શકે છે. ડૉ, મનોરમા મોહંતીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલમાં તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારીમાં વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે.સાથે જ જણાવ્યું છે કે અમદાવાદ શહેરમાં વરસાદ થવાની સંભાવના બહુ ઓછી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આજે રાજ્યના ઘણાં જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરીને હવામાન વિભાગ જણાવે છે કે કાલથી એટલે કે 5 એપ્રિલથી વરસાદનું જોર ઘટવા લાગશે. હાલ રાજ્યમાં સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ થઈ રહ્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.નવી આગાહી પ્રમાણે આવતીકાલથી વરસાદનું જોર ઘણું નબડું પડવાની સંભાવનાઓ છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નથી. ડૉ. મોહંતીએ તાપમાન અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, બે દિવસ તાપમાનમાં મોટા ફેરફારની સંભાવનાઓ નથી. આ દરમિયાન કેટલાક સ્ટેશન પર એકાદ ડિગ્રીની વધઘટ થઈ શકે છે.