હવામાન@ગુજરાત: નલિયામાં તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોચ્યું, જાણો વધુ વિગતે

ગુજરાતમાં કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી આકરી ઠંડી અનુભવાઇ રહી છે.
 
આગાહી@ગુજરાત: ઉત્તરના બર્ફિલા ઠંડા પવનની અસર વચ્ચે 2 દિવસ રહેશે કડકડતી ઠંડી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. ઉત્તરના બર્ફિલા પવનો સક્રિય થવાના કારણે ગુજરાતમાં કડકડકતી ઠંડીનું મોજું ફરી વળ્યું છે. કચ્છમાં છેલ્લા બે દિવસથી આકરી ઠંડી અનુભવાઇ રહી છે.

ભુજના નલિયામાં તો તાપમાનનો પારો માત્ર 3 ડિગ્રી પર પહોંચી ગયો છે. તો રાજકોટમાં ઠંડીએ ધુક્કા બોલાવ્યાં છે. છેલ્લા દશ વર્ષમાં પહેલી વખત લધુત્તમ તાપમાન 7.3 ડિગ્રીએ પહોંચ્યું છે.

હજુ ઠંડીમાં વધારો થશે તો 2014નો રેકોર્ડ તૂટે શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર-કચ્છની હાડ થીજાવતી ઠંડીથી લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં આકરી ઠંડી યથાવત રહેશે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે.