વાતાવરણ@ગુજરાત: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો,નલિયા અને દાહોદ 10.8 ડિગ્રી સાથે સૌથી ઠંડાં શહેર

અમરેલીમાં 11.4 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી,
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઠંડીનો ચમકારો ખૂબ વધી ગયો છે. નવેમ્બર મહિનામાં જ ડિસેમ્બર જેવી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. હવામાન વિભાગના આંકડા પ્રમાણે, નલિયા-દાહોદ સૌથી ઠંડાં શહેર બની ગયા છે. નલિયા અને દાહોદમાં સરખુ 10.8 ડિગ્રી લધુત્તમ તાપમાન નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં તાપમાનમાં 2 ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો છે. મોટા ભાગના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે જતું રહ્યું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી કેટલાક દિવસ સુધી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાશે, જેના કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં પણ વધારો જોવા મળી શકે છે. ઠંડી વધતા જ વહેલી સવારથી ગાર્ડનમાં લોકો ચાલવા અને દોડવા આવી રહ્યા છે. વહેલી સવારે ગાર્ડનમાં લોકો ઠંડીથી બચવા માટે કસરત કરતા પણ જોવા મળી રહ્યા છે.

હવામાન વિભાગના આંકડા પ્રમાણે, અમરેલીમાં 11.4 ડિગ્રી, વડોદરામાં 12.4 ડિગ્રી, ગાંધીનગરમાં 12.8 ડિગ્રી, ડીસામાં 13.6 ડિગ્રી, રાજકોટમાં 14 ડિગ્રી, પોરબંદરમાં 14 ડિગ્રી, અમદાવાદમાં 14.8 ડિગ્રી, ભુજમાં 15.2 ડિગ્રી, દીવમાં 15.6 ડિગ્રી, ભાવનગરમાં 15.9 ડિગ્રી, કંડલા 16.1 ડિગ્રી, દમણ 18.2 ડિગ્રી, વેરાવળમાં 19.1 ડિગ્રી, સુરતમાં 19.4 ડિગ્રી, દ્વારકામાં 19.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.