હવામાન@ગુજરાત: ગુજરાતમાં ઠંડીનો ચમકારો! નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં શિયાળાએ હવે અસલી મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. રાજ્યના અનેક શહેરોમાં એક જ દિવસમાં લઘુત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી ગગડતા વહેલી સવારે અને મોડી રાત્રે કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
*કયું શહેર કેટલું ઠંડું રહ્યું?*
- *નલિયા - 11.0 ડિગ્રી* - રાજ્યનું સૌથી ઠંડું શહેર
- *ગાંધીનગર - 12.3 ડિગ્રી*
- *અમરેલી - 12.8 ડિગ્રી*
- *રાજકોટ - 13.6 ડિગ્રી*
- *પોરબંદર - 14.1 ડિગ્રી*
- *ડીસા - 14.8 ડિગ્રી*
- *અમદાવાદ - 15.5 ડિગ્રી*
- *સુરત - 17.4 ડિગ્રી*
*ઠંડીનું કારણ શું?*
હવામાન વિભાગ મુજબ હાલ રાજ્યમાં ઉત્તર-પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોના કારણે ઠંડીનું જોર વધ્યું છે. 15 થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાતા ઠંડી વધુ લાગી રહી છે.
*હવે રાહત મળશે!*
સારા સમાચાર એ છે કે આગામી *2 થી 3 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ક્રમશઃ 2 થી 3 ડિગ્રીનો વધારો થશે.* પવનની દિશા બદલાતા ઠંડીના જોરમાં આંશિક ઘટાડો થશે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 થી 17 ડિગ્રી આસપાસ રહેવાનું અનુમાન છે.
*તબિયતનું ધ્યાન રાખજો:*
દિવસે સામાન્ય ગરમી અને રાત્રે કડકડતી ઠંડી, આ બેવડી ઋતુમાં શરદી-તાવ-ઉધરસ વધવાની શક્યતા છે. વહેલી સવારે બહાર નીકળતી વખતે ગરમ કપડા પહેરવા, બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવું તેવી હવામાન વિભાગની સલાહ છે.

