વાતાવરણ@ગુજરાત: 7 દિવસ રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની આગાહી
લધુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આવનાર 5 દિવસોમાં તાપમાન યથાવત રહેશે.
Updated: Feb 20, 2025, 07:51 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં શિયાળાની ઋતુ ચાલુ છે. હવે ઠંડીની સાથે-સાથે ગરમીનો પણ અનુભવ થઇ રહ્યો છે. સવારમાં ઠંડી પડે છે, અને બપોરે ગરમી પડી રહી છે. આગામી 7 દિવસ રાજ્યમાં વાદળ છાયું વાતાવરણ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાયું છે. લધુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો આવનાર 5 દિવસોમાં તાપમાન યથાવત રહેશે.