હવામાન@ગુજરાત: આજે રાજ્યનાં 19 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, કયાં વિસ્તારોમાં નોંધાશે ?

5 જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ચોમાસાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 13 ઇંચ ખાબકતા પૂરની સ્થિતિ સર્જાય હતી. મોટાભાગના જિલ્લાઓની નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને ડેમોના સ્તરમાં પણ વધારો છે.

રાજકોટના ઉપલેટાના વેણુ-2 ડેમના બે દરવાજા 0.3 મીટર ખોલવામાં આવતા આસપાસના ગામ લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ હતી. તો જામજોધપુરના ઉમીયાસાગર ડેમના પાંચ દરવાજા 1.5 મીટર સુધી ખોલી નીચાણવાળા ગામોને એલર્ટ કરી અસરગ્રસ્ત ગામના લોકોને સ્થળાંતર કરવા સૂચના અપાઈ હતી.

2 જુલાઈના રોજ વરસેલા ભારે વરસાદ બાદ આજે પણ 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ જિલ્લામાં રેડ અને સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. રાજ્ય પર એક સાથે પાંચ પાંચ સિસ્ટમ સક્રિય થતા ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધશે. રાજ્યમાં જૂનાગઢ સહિતના જિલ્લામાં વાવણીલાયક વરસાદ થતા ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.