વાતાવરણ@ગુજરાત: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીના માહોલ વચ્ચે માવઠાની આગાહી કરી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે.
 
અંબાલાલ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં શિયાળાની ઋતુની શરૂવાત થઇ ગઈ છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીના માહોલ વચ્ચે માવઠાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. જ્યારે ઠંડીમાં ઘટાડો થવાની પણ આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફૂલ ગુલાબી ઠંડીનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ડિસેમ્બર મહિનામાં ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને બીજા સપ્તાહમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે 27 ડિસેમ્બર બાદ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીની શક્યતા છે.

વર્ષ 2025ની શરૂઆત ગુજરાતીઓ માટે હાડ થીજવતી ઠંડી લાવશે તથા ડિસેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં પણ ગુજરાતમાં શિયાળાની મજબૂત અસર વર્તાશે અને ઠંડીનું પ્રમાણ પણ વધુ રહેશે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા ગત નવેમ્બર માસમાં આ વર્ષે ઠંડીની શરૂઆત વિલંબ બાદ થઈ હતી, ત્યારે ડિસેમ્બર માસમાં પણ નવેમ્બર માસ જેવો જ માહોલ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.