હવામાન@ગુજરાત: નલિયા બન્યું સૌથી ઠંડું શહેર - 11.5°C, રાજ્યમાં 7 દિવસ ઠંડીમાં ફેરફાર નહીં

દહેગામ: સવારે ધુમ્મસ સાથે હળવી ઠંડી, બપોરે તડકો રહેશે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન હવામાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેશે, તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઉત્તર-પૂર્વથી પૂર્વ દિશાના પવનો વચ્ચે આગામી દિવસોમાં ઠંડીના પ્રમાણમાં ખાસ ફેરફાર નહીં થાય.

સામાન્ય કરતાં 3 ડિગ્રી ઓછા એવા 11.5 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું છે.

*બે વેધર સિસ્ટમ સક્રિય હોવા છતાં ઠંડીમાં મોટો ફેરફાર નહીં*

હાલ અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે. તેમ છતાં રાજ્યમાં આગામી એક અઠવાડિયા સુધી વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદ શહેરમાં આગામી બે દિવસ લઘુત્તમ તાપમાન 16 થી 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ જળવાઈ રહેશે.

*અમદાવાદમાં 16.7°C, જ્યારે ડીસા અને અમરેલીમાં 14.8°C તાપમાન નોંધાયું*

રાજ્યના મુખ્ય શહેરોના લઘુત્તમ તાપમાનની વિગતો મુજબ, નલિયામાં સૌથી ઓછું 11.5°C, અમરેલી અને ડીસામાં 14.8°C, રાજકોટમાં 15.2°C, પોરબંદરમાં 15.6°C અને વડોદરામાં 15.8°C તાપમાન નોંધાયું છે.

આ ઉપરાંત અમદાવાદમાં 16.7°C, ભુજમાં 17.4°C, કંડલામાં 18.0°C, ભાવનગરમાં 18.4°C, સુરતમાં 19.2°C અને દ્વારકામાં 19.7°C લઘુત્તમ તાપમાન રહ્યું હતું, જ્યારે ઓખામાં સૌથી વધુ 22.8°C તાપમાન નોંધાયું હતું.