હવામાન@ગુજરાત: નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો પારો ગગડ્યો

14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની રહેશે
 
હવામાન@ગુજરાત: નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો પારો ગગડ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

આજે ઉત્તરાયણનો પવિત્ર તહેવાર છે. ઉત્તરાયણના દિવસે પવન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ હવામાન શુષ્ક રહેશે. રાજ્યમાં આજે એટલે કે, 14 જાન્યુઆરી ઉત્તરાયણના દિવસે પવનની ગતિ 5થી 15 કિમી પ્રતિકલાકની રહેશે. તાપમાનની વાત કરીએ તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું હતું. નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાતા ઠંડીનો પારો ગગડ્યો હતો.

અમદાવાદમાં 12.6 ડિગ્રી સેલ્સિયસ વડોદરામાં 14.4 ડિગ્રી સેલ્સિયસ ભાવનગરમાં 15.4 ડિગ્રી સેલ્સિયસ ભુજમાં 9.6 ડિગ્રી સેલ્સિયસ દમણમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ ડીસામાં 10.4 ડિગ્રી સેલ્સિયસ દીવમાં 12.5 ડિગ્રી સેલ્સિયસ દ્વારકામાં 14 ડિગ્રી સેલ્સિયસ કંડલામાં 11.5 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં 5.2 ડિગ્રી સેલ્સિયસ ઓખામાં 17.3 ડિગ્રી સેલ્સિયસ પોરબંદરમાં 10.6 ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં 8.8 ડિગ્રી સેલ્સિયસ સુરતમાં 16 ડીગ્રી સેલ્સિયસ વેરાવળમાં 16.5 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.