હવામાન@ગુજરાત: નલિયા 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું, જાણો વધુ વિગતે

વડોદરામાં 12.2 ડિગ્રી અને અમદાવાદમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુ હાલમાં ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં હાલ મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છેહવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઠંડીના જોરમાં ઘટાડો થવાની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અને પૂર્વ દિશા તરફના પવન ફૂંકાવાને કારણે લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થશે. 

જેના પરિણામે ઠંડીમાં આંશિક રાહત મળશે. તાજેતરના આંકડા મુજબ, નલિયા 10.4 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું, જ્યારે વડોદરામાં 12.2 ડિગ્રી અને અમદાવાદમાં 14.7 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા સેવાઈ રહી છે.