હવામાન@ગુજરાત: રાજ્યના 7 જિલ્લામાં 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી

19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 7 દિવસમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે ચોથો અને પાંચમો દિવસ એટલે કે 19 અને 20 એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

19 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે 20 એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.