વાતાવરણ@ગુજરાત: હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની આગાહી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસ માટે ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે, ગત સપ્તાહની સરખામણીએ આ સપ્તાહમાં રાજ્યભરનું તાપમાન ઘટ્યું છે. પરંતુ તેમ છતાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રહેતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.
તેની સામે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં વરસાદ વ્યક્ત કરી છે આથી આ જિલ્લાઓના લોકોને ગરમીથી રાહત મળશે તેવી પણ શક્યતા છે. જો કે, 2023ના જૂન મહિના કરતા આ વર્ષે 2024ના જૂન મહિનામાં 2 ડિગ્રી તાપમાન વધુ છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતના પણ કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, હાલમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગો પર સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે તેને કારણે વરસાદ લાવી શકે છે. હાલ પૂરતો આ વરસાદ પ્રી-મોન્સુન એક્ટિવિટી અંતર્ગત વરસી શકે છે. જ્યારે ગુજરાતમાં નિશ્ચિત ચોમાસાની તારીખ જૂન છે. આથી પહેલા વિધિવત રીતે ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેની સંપૂર્ણ સંભાવના છે.