વાતાવરણ@ગુજરાત: નવા વર્ષની શરૂઆત સાથે જ હવામાનમાં ફેરફાર, કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો
રાજ્યમાં કડકડતી ઠંડી અનુભવાશે, આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી
Jan 2, 2026, 16:40 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નવા વર્ષની શરૂઆત સાથે જ રાજ્યમાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ત્યારે આજે પણ હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. આગામી સપ્તાહ દરમિયાન તાપમાનમાં ઘટાડો અને ઠંડીમાં વધારો થવાની શક્યતા છે, જેના કારણે કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત બન્યા છે.
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે જાહેર કરાયેલી આગાહી મુજબ, આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં ઠંડીનું જોર વધશે. વિભાગના જણાવ્યા અનુસાર આજથી રાજ્યભરમાં ઠંડી વધુ અનુભવાશે.

