હવામાન@ગુજરાત: આજે પણ સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું

અમદાવાદમાં 18.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
 
હવામાન

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

શિયાળની ઋતુની શરૂવાત થઈ ગઈ છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે.  રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં એકથી 2 ગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે, એટલે કે ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું ન્યૂનતમ તાપમાન નલિયા ખાતે 11 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ત્યારબાદ વડોદરા જ્યાં ન્યૂનતમ તાપમાન 19 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 18.3 ડિગ્રી સેલ્સિયસ અને પોરબંદરમાં 14.7 ડિગ્રી સેલ્સિયસ અને રાજકોટ 13.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ગુજરાતમાં સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ન્યૂનતમ તાપમાન પણ સામાન્ય કરતાં નીચું રહેતા રાજ્યમાં ઠંડકનો અનુભવ વધી રહ્યો છે. જ્યારે સૌથી ઓછું ઠંડુ ઓખા જ્યાં 21.8 ડિગ્રી અને સુરતમાં ન્યૂનતમ તાપમાન 20.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 18.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને મહત્તમ તાપમાન 31.3 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો માહોલ અને બપોરે ગરમી અનુભવાઈ રહી છે. રાજ્યમાં હાલમાં બેવડી સીઝનનો અનુભવ થશે. રાજ્યમા મોટાભાગના જિલ્લાઓનું તાપમાન સામાન્ય કરતા નીચું નોંધાયું છે.