ધર્મ@ગુજરાત: કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે બાળ ગોપાલની પૂજાનું શું છે મહત્વ,જાણો પૂજા કરવાની વિધિ

શ્રાવણ માસની કૃષ્ણપક્ષની અષ્ટમી એટલે કૃષ્ણ જન્માષ્ટમી 
 
ધર્મ@ગુજરાત: કૃષ્ણ જન્માષ્ટમીના અવસરે બાળ ગોપાલની પૂજાનું શું છે મહત્વ,જાણો પૂજા કરવાની વિધિ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જન્માષ્ટમીના  આ અવસરે શ્રદ્ધાભાવથી બાળ ગોપાલની સેવા પૂજા કરવાથી જીવનની સઘળી મુશ્કેલીઓ દૂર થાય છે અને બાળ ગોપાલ મનોવાંછિત ફળ આપે છે.વૈદિક પંચાગ અનુસાર શ્રાવણ વદ પક્ષની આઠમની શરૂઆત 6 સપ્ટેમ્બરે બપોરે 3.37 વાગ્યે શરૂ થશે અને 7 સપ્ટેમ્બરે સાંજે 4.14 વાગ્યે સમાપ્ત થશે. આ સાથે જ રોહિણી નક્ષત્ર 6 સપ્ટેમ્બરે સવારે 9.21 વાગ્યે શરૂ થશે અને બીજા દિવસે 7 તારીખે સવારે 10.24 વાગ્યે રોહિણી નક્ષત્ર સમાપ્ત થશે.7 તારીખે સૂર્યાદય સમયે આઠમ રહેશે, તેને ઉદય તિથિ કહેવામાં આવે છે.

ઉલ્લેખનિય છે કે, શૈવ પરંપરાના લોકો બુધવારે કૃષ્ણ જન્માષ્ટમી ઉજવશે એટલે કે આજે ઉજવણી કરશે જ્યારે વૈષ્ણવ સંપ્રદાયમાં ઉદય તિથિનું વધુ મહત્વ હોય છે તેથી તેઓ 7 સપ્ટમ્બર ગુરૂવારે જન્માષ્ટમી ઉજવશે.

કૃષ્ણ જન્માષ્ટમી પૂજા વિધિ

કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે સૂર્યોદયથી ઉપવાસ શરૂ કરવામાં આવે છે અને પૂજા પછી અથવા બીજા દિવસે સૂર્યોદય પછી ઉપવાસ તોડવામાં આવે છે.આ વ્રત રાખનાર વ્યક્તિએ વ્રતના એક દિવસ પહેલા (સપ્તમીના દિવસે) હળવો અને સાત્વિક ખોરાક લેવો જોઈએ. વ્રતના દિવસે સવારે સ્નાન કરીને ઉપવાસનો સંકલ્પ કરવો. સાંજે પૂજા સ્થળ પર ઝાંખી સજાવો. ઝુલા પર લાડુ ગોપાલ સ્થાપિત કરો.પૂજામાં દેવકી, વાસુદેવ, બલદેવ, નંદ, યશોદા અને લક્ષ્‍મીજી ગણેશ સહિતની મૂર્તિ કે તસવીરને વિધિવત સ્થાપિત કરો. બાદ દરેક દેવી દેવતાનું શોડષપચારે પૂજા કરો. બાળ ગોપાલની આરતી કરો, ચાલીસાના પાઠ કરો.

રાત્રે 12 વાગે શંખ અને ઘંટ વગાડીને કાન્હાનો જન્મ કરાવો.બાદ મટકી ફોડ બાદ આરતી અને થાળ સાથે પૂજાનું સમાપન કરો.આ વ્રતમાં અનાજનો ઉપયોગ કરવામાં આવતો નથી. જન્માષ્ટમીના વ્રત દરમિયાન તમે ફળ અને દુધ,દહી, ખાઈ શકો છો. ઉપરાંત સિઘાડાના લોટમાંથી બનાવેલ વ્યંજન ખાઇ શકો છો. માવાની બરફી, શકકરિયના શિરો.. દુધીનો હલવો પણ ખાઈ શકાય છે.

જન્માષ્ટમીનું વ્રત રાખનારાઓએ રસાળ ફળો ખાવા જોઈએ જેથી શરીરમાં પાણીની કમી ન થાય. વ્રત દરમિયાન કોઇની નિંદાથી અને દુરવ્યવહારથી બચવું જોઇએ. બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ અને નિરંતર કૃષ્ણ મંત્રનો જાપ કરવો જોઇએ.

નોધ: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો