બનાવ@મોરબી: ઝધડો ચાલતામાં યુવાન સમજાવવા ગયો ત્યારે ચાર શખ્સોએ છરીના ધા ઝીંકતા તેનું મૃત્યુ

તું વચ્ચે ના પડ, આ અમારા ઘરનો મામલો છે. 
 
ક્રાઇમ@અમદાવાદ: પ્રેમી યુવકે પરિણીત યુવતીને છરીના ઘા ઝીંક્યા, અંતે ફરીયાદ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

આજકાલ લોકો નાની-નાની વાતમાં ઝગડી પડતા હોય છે.એકબીજા પર જીવલેણ હમલો કરતા હોય છે. ભીમસર વિસ્તારમાં પડોશમાં ઝધડો ચાલતામાં યુવાન સમજાવવા હતા ચાર શખ્સોએ મળીને મારમારી છરીના ધા ઝીંકતા તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના લીલાપર રોડ નજીક રહેતા જયસુખભાઈ નાથાભાઈ ઝાલાએ આરોપી કલેજ લલિતભાઈ, રાજ લલિતભાઈ, લલિતભાઈ કેશાભાઈ અને રાજુ કેશાભાઈ વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ ૦૩ના રોજ જયસુખભાઈનો મોટો દીકરો રવિન્દ્ર ઉર્ફે રવિ ઝાલા સમાકાંઠે વેજીટેબલ રોડ પર આવેલ ભીમસર વિસ્તારમાં જયસુખભાઈના બહેન કિરણબેનના ઘરે ગયો હતો.

એ વખતે રાત્રિના દસ વાગ્યાના સમય આસપાસ ચારેય આરોપીઓ અંદરો અંદર શેરીમાં ઝઘડો કરતા હતા અને એકબીજાને ગાળો આપી મારામારી કરતા હતા.

એ સમયે રવિન્દ્રભાઈ બધાને સમજાવવા ગયેલા હતા કે ઝઘડો ન કરો ત્યારે આરોપી કલેજે રવિન્દ્રભાઈને કહ્યું હતું કે, તું વચ્ચે ના પડ, આ અમારા ઘરનો મામલો છે. તમે બધા ઝાલા આવા જ છો. તેવું કહીને રવિન્દ્રભાઈને ગાળો આપવા લાગ્યો હતો. જેથી રવીન્દ્રભાઈએ કહ્યું હતું કે, અમને બધાને તું કેમ આવું કહે છે? આ સાંભળીને આરોપી કલેજ ઉશ્કેરાઈ ગયો હતો અને રવીન્દ્રભાઈને ગાળો આપીને તેની સાથે ઝપાઝપી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી અન્ય આરોપીઓ પણ રવિન્દ્રભાઈ સાથે ઝઘડો કરવા લાગ્યા હતા અને રવિન્દ્રભાઈ ને ઢીકાપાટુનો માર માર્યો હતો.

આરોપી રાજ, લલીતભાઈ અને રાજુએ રવિન્દ્રભાઈને પકડી રાખ્યા હતા. એ સમયે આરોપી કલેજ પોતાના ઘરમાંથી છરી લઈને આવ્યો હતો અને રવીન્દ્રભાઈ ને છરીના બે ઘા મારી દીધા હતા. જેને પગલે રવિન્દ્રભાઈ લોહી લુહાણ અવસ્થામાં પડી ગયા હતા. આ ઘટનાને પગલે આસપાસના લોકો એકઠા થઈ જતા ચારેય આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ હુમલાને પગલે રવિન્દ્રભાઈને મોરબીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવાડતા અન્ય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ફરજ પરના તબીબે રવિન્દ્રભાઈને મૃત જાહેર કર્યા હતા.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે