ત્રાસદાયક@દેવગઢબારીયા: સિંચાઈ માટેની વિજળીમાં ધાંધિયા, આ ગામના લોકોને કોણ કરી રહ્યું પરેશાન?

વરસાદની ખેંચને પગલે ઉભો પાક મુરઝાઈ જવાની સંભાવના વચ્ચે ખેડૂતોમાં દોડધામ મચી
 
ત્રાસદાયક@દેવગઢબારીયા: સિંચાઈ માટેની વિજળીમાં ધાંધિયા, આ ગામના લોકોને કોણ કરી રહ્યું પરેશાન?

અટલ સમાચાર ડોટ કોમ, દેવગઢબારીયા

રાજ્ય સરકારની સિંચાઈ માટેની વિવિધ વ્યવસ્થા વચ્ચે દેવગઢબારીયાના ખેડૂતો કેટલાક સમયથી મહા મુશ્કેલી હેઠળ છે. ભરસિઝને અહિંના ખેડૂતોને પાક બચાવવા દોડધામ કરવાની નોબત આવી છતાં કોઈ મહેનત અસર કરતી નથી. સિંચાઇ માટે વીજ પુરવઠો વારંવાર ક્ષતિગ્રસ્ત થતાં અને અનિયમિત વીજળીને કારણે દેવગઢબારીયાના ખેડૂતો તોબા પોકારી ગયા છે. આટલુ જ નહિ અહિંના ખેડૂતોનો ચોંકાવનારો સવાલ છે કે, શું અમોને આઠ કલાક વીજળીનો નિયમ લાગૂ નથી? આવી પરિસ્થિતિમાં કંટાળીને આખરે વાંદર ગામના ખેડૂતોએ મધ્ય ગુજરાત વિજ કંપનીના અધિકારીને રજૂઆત કરી, સરકારના નિયમોનુસાર વિજ પુરવઠો યથાવત રાખવા માંગ કરી છે.

ત્રાસદાયક@દેવગઢબારીયા: સિંચાઈ માટેની વિજળીમાં ધાંધિયા, આ ગામના લોકોને કોણ કરી રહ્યું પરેશાન?


દાહોદ જિલ્લામાં વરસાદની ખેંચને પગલે ઉભો પાક મુરઝાઈ જવાની સંભાવના વચ્ચે ખેડૂતોમાં દોડધામ મચી ગઇ છે. આવી સ્થિતિમાં બોરથી કે અન્ય સ્ત્રોતથી સિંચાઇની વ્યવસ્થા માટે ખેડૂતો મથી રહ્યા છે. જોકે ખેતી માટેની વિજળીમાં દેવગઢબારીયાના ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આઠ કલાક વીજળીનો પુરવઠો વારંવાર બંધ થતો હોઇ જરૂરિયાત મુજબ પાકને પાણી આપી શકાતું નથી. આથી વાંદર ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં એકઠા થઇ વિજ વિભાગને સમયસર, નિયમોનુસાર અને જોગવાઈને આધિન વિજ પુરવઠો જાળવી રાખવા લેખિતમાં રજૂઆત કરી છે. જોકે અહીંના ખેડૂતોમાં મોટી આશંકા બની છે કે, કોણ અને કેમ વારંવાર વિજ આપૂર્તિમાં વિક્ષેપ કરી સિંચાઈમાં મુશ્કેલી પહોંચાડી રહ્યું છે. જો ટૂંક સમયમાં આઠ કલાકનો વિજ પુરવઠો યથાવત નહિ થાય તો ખેડૂતોને કલ્પના બહારની તકલીફ વધી શકે તેવી શક્યતા દેખાઈ રહી છે.