બનાવ@અમદાવાદ: પોલીસ સ્ટેશનની મહિલા કર્મીએ ઘરમાં ફાંસો ખાધો, કેમ આવું પગલું ભર્યું ?

એક વીડિયો કોલ ચાલુ હતો
 
આપઘાત@સુરત: પિતાએ મોબાઈલ લઇ લેતાં 16 વર્ષીય વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવર-નવાર આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે.  અમદાવાદ શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ પોતાના વાસણા ખાતેના ભાડાના મકાનમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસબેડામાં શોકની લાગણી છવાઇ છે. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકના મૃતદેહને તેમના વતન સુરેન્દ્રનગરના સોલડી ગામે મોકલી આપ્યો છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા મહિલા પોલીસ કર્મીએ આપઘાત કર્યો ત્યારે એક વીડિયો કોલ ચાલુ હતો.

આ બાબતે હવે પોલીસે તપાસ તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે પાલડી પોલીસ સ્ટેશનમાં જ અગાઉ એક કોન્સ્ટેબલે ગોળી મારી આપઘાત કર્યો હતો. આ પ્રકારનો બીજો બનાવ બનતા પોલીસ સ્ટાફમાં શોકની લાગણી છવાઇ છે.

મૂળ સુરેન્દ્રનગરના ધાંગધ્રાના સોલડી ગામના વતની લલીતાબેન પરમાર (ઉ.29) 2024માં જ એલઆર તરીકે જોડાયા હતા અને થોડા માસ પહેલાં જ પાલડી પોલીસ સ્ટેશનમાં પોસ્ટિંગ અપાયું હતું. લલીતાબેન વાસણામાં આવેલા ખોડિયાર નગરમાં ભાડાના મકાનમાં રહેતા હતા. ગુરુવારે લલિતાબેને બપોરે કોઈ અંગત કારણોસર ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. આ મામલે વાસણા પોલીસને જાણ કરાતા પોલીસે મૃતક પોલીસકર્મીના મૃતદેને અંતિમવિધિ માટે તેમના વતન સોલડી મોકલી આપ્યો છે. બીજીતરફ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વાસણા પોલીસે પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું કે મૃતક લલીતાબેને આપઘાત કર્યો ત્યારે એક નંબર પર તેમનો વીડિયો કોલ ચાલુ હતો. જેથી જે વ્યક્તિ સાથે તે વીડિયો કોલ પર વાત કરતા હતા તેની નજર સામે જ તેમણે આપઘાત કર્યો હોવાની શંકાના આધારે તપાસ તેજ કરાઇ છે.

રાત્રે 8 વાગ્યાની શિફ્ટ દરમિયાન ફોન ન ઉપાડતા જાણ થઇ

વાસણાના સિનિયર પીઆઇ આર. ડી. મકવાણાએ જણાવ્યું કે હાલ આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. લલીતાબેન ભાડાના મકાનમાં એકલા જ રહેતા હતા. તેઓ ગુરુવારે સવારે 8થી 12ની શિફ્ટ પૂરી કરીને ઘરે આવ્યા હતા. રાત્રે 8 વાગ્યાની શિફ્ટ હતી અને તેઓ ન પહોંચતા ફોન કરાયો હતો. લલીતાબેને ફોન ન ઉપાડતા તપાસ કરતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું.

લલીતાબેન પરમારનો ફોન લોક હતો

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે લલીતાબેને કયા કારણોસર આપઘાત કર્યો તે બાબતે તપાસ તેજ કરી હતી. ત્યારે લલીતાબેન પાસે જે મોબાઇલ ફોન હતો તેમાં એક વીડિયો કોલ ચાલુ હતો. જેથી પોલીસે તે નંબરના આધારે કોની સાથે વાત ચાલી રહી હતી તેના પર તપાસ કરીને કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. લલીતાબેનનો ફોન લોક હોવાથી પોલીસે એફએસએલની મદદ લીધી હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે.