હડકંપ@દાહોદ: મનરેગાની જગ્યા રદ્દ છતાં માનીતાને નોકરીએ રાખવા હિલચાલ, કેમ આટલા ધમપછાડા

આફતમાં અવસર શોધી માનીતા વ્યક્તિને રાખવા અને આ વ્યક્તિએ રહેવા ખૂબ મોટું જોર લગાવ્યું છે.
 
હડકંપ@દાહોદ: મનરેગાની જગ્યા રદ્દ છતાં માનીતાને નોકરીએ રાખવા હિલચાલ, કેમ આટલા ધમપછાડા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


રાજ્ય ગ્રામ વિકાસ કમિશ્નરશ્રીની કચેરી દ્વારા તાજેતરમાં ઠરાવ/પત્ર કરી આઉટસોર્સિંગ સહિતની જગ્યાઓ ઉપર મેનપાવર સુનિશ્ચિત કરવા સુચના થઈ હતી. જેમાં કેટલીક જગ્યા રદ્દ કરવામાં આવતાં તે હોદ્દા ઉપરના વ્યક્તિ પણ નોકરીમાંથી દૂર થાય. હવે કમિશ્નરના હુકમની અમલવારી સમગ્ર રાજ્યમાં થાય તો દાહોદમાં પણ થાય પરંતુ અહિંથી ચોંકાવનારા સમાચાર આવ્યા છે. જગ્યા રદ્દ થવા છતાં માનીતા વ્યક્તિને મનરેગામાં જ નોકરીએ રાખવા હિલચાલ શરૂ થઈ છે. ઈરાદાપૂર્વક તે માનીતા વ્યક્તિને રાખવા કંઈક કારણ શોધી હેતુ બનાવી પત્રવ્યવહાર થયો હોવાની વિગતો આવી છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ થયો કે, કોણ છે એ માનીતા વ્યક્તિ અને કોણ આ માનીતાને રાખવા ધમપછાડા કરી રહ્યું તે જાણવું અગત્યનું છે. જાણીએ સમગ્ર અહેવાલ.

દાહોદ જિલ્લામાં કેટલાક દિવસો પહેલાં કમિશ્નર કચેરીના પત્રની અમલવારી થઈ હતી. આ પત્ર મુજબ રદ્દ પાત્ર જગ્યાની સંખ્યા અને તેના ઉપરના મેનપાવરની પણ વિગતો બની હતી. આ સમગ્ર વહીવટી પ્રક્રિયા દરમ્યાન મનરેગાના એક માનીતા વ્યક્તિને પણ હોદ્દા પરથી દૂર થવાની ઘડી આવી છે. આ પત્ર આજે ખૂબ જૂનો થયો છતાં માનીતા વ્યક્તિને મનરેગામાં યથાવત રાખવા ખૂબ મોટી ઉછળકૂદ થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકીય તાકાતથી પાવરફુલ હોદ્દો છીનવાઇ ગયા બાદ કમિશ્નરના પત્રથી આખી પોસ્ટ જ રદ્ થઈ ત્યારે મનપસંદ વ્યક્તિ હોવાથી જાળવી રાખવા હાઇ લેવલથી હિલચાલ થઈ છે. પુન: રાખવા ઈચ્છતાઓએ પત્ર વ્યવહાર કરી તે વ્યક્તિને મનરેગા શાખામાં યેનકેન પ્રકારે રાખવા બ્હાનુ પણ શોધી લેવાયું છે. વાંચો નીચેના ફકરામાં.

સૂત્રોએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લામાં મનરેગાની વર્ષે અબજોની ગ્રાન્ટ આવતી રહે છે ત્યારે જિલ્લાથી તાલુકા અને ગ્રામ્ય સુધી મેનપાવરની આખી ચેનલ છે. આ ચેનલમા જે સૌથી વધુ માનીતા વ્યક્તિ છે તેમની પોસ્ટ રદ્ થતાં મનરેગાને બાય બાય કહેવાની નોબત આવી છે. હવે આ આફતમાં અવસર શોધી માનીતા વ્યક્તિને રાખવા અને આ વ્યક્તિએ રહેવા ખૂબ મોટું જોર લગાવ્યું છે. જો માનીતા વ્યક્તિને મનરેગામાં જ કોઈ જવાબદારી મળશે તો આખાય જિલ્લામાં એક વાત વાયુવેગે પ્રસરી જશે કે, રાજકીય તાકાત ઈચ્છુક નહીં હોવા છતાં કોણે અને કેમ માનીતા વ્યક્તિને મનરેગામાં રાખવા પત્રવ્યવહાર કર્યો. જો મેનપાવરની અછતનો પ્રશ્ન હોય તો નિયમોનુસારની ભરતી પ્રક્રિયા કે, ટેન્ડર મારફતે અથવા સરકારની એમ્પેનલ એજન્સીઓ મારફતે મેનપાવર લઈ શકાય છે. જોકે માનીતાને આ બધી પધ્ધતિને બદલે સત્તાનો ઉપયોગ કરી સીધી જ જવાબદારી આપવા દોડધામ થઇ છે.