નિર્ણય@ગુજરાત: પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરવામાં આવી, જાણો કેમ આવો નિર્ણય લેવામાં આવ્યો ?
ડુંગર ઉપર માતાજીના મંદિર સુધી પહોંચી
Jul 25, 2024, 11:57 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે. કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. પાવાગઢમાં રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. ભારે પવનના કારણે નિર્ણય લેવાયો છે. જોકે, યાત્રાળુઓ માટે બંધ કરાયેલો વાહન વ્યવહાર ફરી શરૂ કરી દેવામાં આવ્યો છે.
યાત્રાળુઓ પગપાળા અને વાહનો મારફતે ડુંગર ઉપર જઈ રહ્યાં છે. ડુંગર ઉપર હવાની ગતિ તેજ હોવાથી અને ધુમ્મસ હોવાથી રોપ-વે સેવા બંધ રાખવામાં આવી છે, એટલે યાત્રાળુઓ પગથિયાં ચડીને ડુંગર ઉપર માતાજીના મંદિર સુધી પહોંચી રહ્યા છે.