બ્રેકિંગ@સાળંગપુર: ભીંતચિત્રો હટાવી લેતા હવે સમગ્ર વિવાદ શાંત પડ્યો,ભક્તોમાં ખુશીની લાગણી

આ વિવાદનો સુખદ સમાધાન 
 
બ્રેકિંગ@સાળંગપુર: ભીંતચિત્રો હટાવી લેતા હવે સમગ્ર વિવાદ શાંત પડ્યો,ભક્તોમાં ખુશીની લાગણી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

 હનુમાનજી દાદાની 54 ફૂટ ઊંચી પ્રતિમા નીચેના ભીંતચિત્રોને લઈને વિવાદ વકરી રહ્યો છે. આ મામલામાં ગઇકાલે એટલે સોમવારે મોડી રાતે ભીંતચિત્રો દૂર કરી દેવામાં આવ્યા છે. ગઇકાલે સ્વામીનારાયણ સંતો દ્વારા ચિત્રો હટાવવાની જાહેરાત કર્યા બાદ સૂર્યોદય પહેલાં વિવાદસ્પદ બે ચિત્ર હટાવી દેવામાં આવ્યા છે.

રાત્રે બાર વાગ્યા પછી ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ભીંતચિત્રો હટાવી લેતા હવે સમગ્ર વિવાદ શાંત પડ્યો છે સનાતન ધર્મના સાધુ સંતોએ પણ નિર્ણયને આવકાર્યો છે તો ભક્તોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.સાળંગપુર વિવાદિત ભીંતચિત્રો આખરે દુર કરવામાં આવ્યા છે. સંતો દ્વારા કરાયેલ જાહેરાત બાદ સૂર્યોદય પહેલાં વિવાદસ્પદ બે ચિત્ર હટાવ્યા છે. રાત્રે બાર વાગ્યા પછી ચિત્રો હટાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. ભીંતચિત્રો હટાવી લેતા હવે સમગ્ર વિવાદ શાંત પડવાની શક્યતા છે. સનાતન ધર્મના સાધુ સંતોએ પણ નિર્ણયને આવકાર્યો છે તો બીજી બાજુ ભક્તોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

આ વિવાદનો સુખદ સમાધાન આવે તે માટે અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો તથા અન્ય સાધુ સંતો વચ્ચે બેઠક મળી હતી. આ બેઠકમાં ગણતરીના કલાકોમાં જ વિવાદનો સુખરૂપ હલ આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી અને થયું પણ એમ જ.

આ મામલે સોમવારે સાંજે જ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યુ હતુ કે, 'આવતીકાલે સૂર્યોદય થશે તે પહેલાં તમામ ભીંતચિત્રો હટાવી લેવામાં આવશે.' પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યુ હતુ કે, 'વડતાલ પીઠાધીશ્વર રાકેશ પ્રસાદજી મહારાજનો સ્પષ્ટ મત છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનો એક અંગ છે અને વૈદિક ધર્મની પરંપરા અને પૂજા-પદ્ધતિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાયા સંતો આદરપૂર્વક પાલન કરે છે.' 

આ સાથે એમ પણ જણાવાયુ હતુ કે, 'સ્વામિનારાયણ સંપ્રદાય હિન્દુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઇચ્છતું નથી. સાળંગપુર મંદિરના ભીંતચિત્રોથી જે લાગણી દુભાઈ છે. તે ભીંતચિત્રો કાલે સૂર્યોદય થતા પહેલાં લઈ લેવામાં આવશે. સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા વિવાદાસ્પદ મુદ્દા અંદે વિશ્વ હિન્દુ પરિષદ સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન સનાતના ધર્મના આચાર્ય અને સંતો સાથે વિચાર પરામર્શક બેઠક ટૂંક સમયમાં યોજશે.'