દુર્ઘટના@વડોદરા: હિટ-એન્ડ-રનમાં મહિલાનું કમકમાટીભર્યું મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
 
દુર્ઘટના@વડોદરા: હિટ-એન્ડ-રનમાં મહિલાનું કમકમાટીભર્યું મોત, જાણો સમગ્ર દુર્ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાંથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.વડોદરા નજીક નેશનલ હાઈવે-48 પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં અજાણ્યા ભારે વાહનની ટક્કરે બાઈક સવાર 43 વર્ષીય મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. લગ્ન પ્રસંગમાંથી પતિ સાથે પરત ફરી રહેલી મહિલાને અંધારામાં પાછળથી આવતા વાહને જોરદાર ટક્કર મારતા મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું અને રસ્તા પર માંસના લોચા પથરાયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખસેડી ફરાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક મહિલા અને તેમના પતિ લગ્ન પ્રસંગમાંથી પરત આવી રહ્યા હતા અને મંજુસર તરફ જઈ રહ્યા હતા. અંધારામાં અચાનક પાછળથી આવતી મોટી ગાડીએ તેમની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે મહિલાનું તાત્કાલિક ઘટનાસ્થળે જ મોત થયું હતું અને રસ્તા પર માસના લોચા પથરાયા હતા.

મૃતક મહિલાના પતિ નાસિરઅલી એ જણાવ્યું હતું કે, અમે લગ્નમાંથી આવીને મંજુસર તરફ જઈ રહ્યા હતા. અચાનક પાછળથી મોટી ગાડી આવી અને અમારી બાઇકને ટક્કર મારી. અંધારામાં કંઈ ખબર જ ન પડી અને આ અકસ્માત સર્જાયો.

સમગ્ર મામલે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક મહિલાની ઉંમર આશરે 43 વર્ષ છે, પોલીસે મૃતદેહનો કબજો મેળવી સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. હાલમાં આ મામલે પોલીસે ફરાર ચાલકની શોધમાં તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, અવાર નવાર નેશનલ હાઈવે પર સર્જાઈ રહેલા અકસ્માત પર લગામ કસવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.