યાત્રા@કોંગ્રેસ: 'ગુજરાતીઓ જાગો-ભાજપ છોડો' ના સુત્રોચાર સાથે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો

લોકોને ન્યાય અપાવવા માટે ન્યાયયાત્રાનું આયોજન
 
યાત્રા@કોંગ્રેસ: 'ગુજરાતીઓ જાગો-ભાજપ છોડો' ના સુત્રો ઉપચાર સાથે ન્યાયયાત્રાનો પ્રારંભ થયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થઇ ગયો છે. 'ગુજરાતીઓ જાગો-ભાજપ છોડો' ના સુત્રો ઉપચાર સાથે ન્યાય યાત્રાનો પ્રારંભ થયો. મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજી અને રાષ્ટ્રીય ગાન વંદે માતરમ નાદ સાથે આજથી કોંગ્રેસની ન્યાયયાત્રાની શરૂઆત થઈ છે.

જે ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિમીનો પ્રવાસ ખેડશે. છેલ્લા વર્ષોમાં ગુજરાતમાં બનેલ મોટી દુર્ઘટના​​​​​માં સામાન્ય લોકો હોમાયા છે જો કે, એકપણ ઘટનામાં લોકોને ન્યાય મળેલ નથી જેથી કરીને લોકોને ન્યાય અપાવવા માટે આ ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.


વડોદરા હરણી બોટ કાંડ, મોરબી બ્રીજ કાંડ, રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ, કાંકરિયા રાઈડ કાંડ, તક્ષશિલા આગ કાંડ જેવા અનેક બનાવો બનેલ છે. જેમાં ગુજરાતના નિર્દોષ નાગરિકો ભોગ બન્યા છે. જે લોકોનો ભોગ લેવાયો તેમના પરિવારને ન્યાય મળી રહ્યો નથી અને આરોપીઓને સજા પણ કરવામાં આવી રહી નથી.

જેથી આ ઘટનાઓમાં ભોગ બનેલા પીડિત પરિવારોને ન્યાય અપાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના દરબારગઢ ચોક ખાતે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. પ્રગતિ આહીર, અમીબેન વગેરે કોંગ્રેસના આગેવાનો સહિત પીડિત પરિવારોએ હાજર રહી આ ન્યાય ​​​​​​યાત્રાની શરૂઆત કરી છે.