યાત્રા@ગુજરાત: CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજથી રાજ્યમાં હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે CM ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા રાજકોટથી રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવશે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ રાજકોટ શહેરમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવી ગુજરાતમાં કેન્દ્ર સરકારના હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ કરાવશે.રાજ્યની અંદર રાષ્ટ્રીય તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાઓ યોજાશે. નડ્ડા રાજકોટની તિરંગા યાત્રામાં ભાગ લેશે. જેમાં ભાજપના કાર્યકરો સહિત આશરે 50,000 લોકો ભાગ લે તેવી ધારણા છે.
આજે નડ્ડા સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ રાજકોટમાં ઉપસ્થિત રહેશે. બીજા દિવસે એટલે કે 11 મી ઓગસ્ટના રોજ સીએમ ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પક્ષના વડા સી.આર.પાટીલ સાથે સુરતમાં તિરંગા યાત્રાનો પ્રારંભ કરશે, જેમાં 1 લાખથી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે.