વહીવટ@સાબરકાંઠા: ખરાઈ અને તપાસ વચ્ચે ઈ-રીક્ષાની ખરીદી-ચૂકવણું પૂર્ણ, જાણીને ચોંકી જશો કે સાહેબ કોણ?

 બેથી ત્રણ કચેરીએથી પરિપત્રો મેળવી ખરીદ પ્રક્રિયાની ખરાઇ કરી રહ્યા છીએ.
 
વહીવટ@સાબરકાંઠા: ખરાઈ અને તપાસ વચ્ચે ઈ-રીક્ષાની ખરીદી-ચૂકવણું પૂર્ણ, જાણીને ચોંકી જશો કે સાહેબ કોણ?

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી

સાબરકાંઠા જિલ્લા પંચાયત અને ગ્રામ વિકાસ એજન્સીના ગત દિવસોના વિવાદાસ્પદ ઈ-રિક્ષા ખરીદી મામલે સૌથી મોટા સમાચાર આવ્યા છે. સ્થાનિક અરજદારે તપાસની માંગ કરતી અરજી આપી હતી, ડીડીઓ પણ વિવિધ કચેરીઓના પત્રો મેળવી ખરાઇ કરાવતાં હતા અને કમિશનર કચેરીને પણ ધ્યાનમાં આવ્યું હતુ. હવે આ બધી બાબતોનો યોગ્ય નિકાલ થયો છે કે નહિ એ તો નિયામક જણાવતાં નથી પરંતુ સૌથી મોટી વાત જાણમાં આવી છે. પારદર્શકતા માટે ખરાઇ અને તપાસનું ભવિષ્ય ક્યાં એ પ્રશ્ન છે પરંતુ ઈ-રિક્ષાની ખરીદી પૂર્ણ થઈ અને નિયામક કચેરીએ પેમેન્ટ પણ કરી દીધું છે. હવે આ મામલે ડીડીઓને પૂછતાં કહ્યું કે, નિયામકનો સમય મેળવીને કહું. પછી ડીડીઓ કહે છે કે, નિયામક મળશે. જ્યારે નિયામક પાટીદાર કહે છે કે, મને મળવાની જરૂર નથી. આવી સ્થિતિમાં સાહેબ કોણ એ પણ મોટો સવાલ થઈ પડ્યો છે. જાણીએ ગંભીર અને શંકાસ્પદ રીતે ઈ-રિક્ષા ખરીદી કેમ કહેવાય તેનો સ્પેશિયલ રિપોર્ટ.


સાબરકાંઠા જિલ્લા પંચાયતના ડીડીઓ અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામક પાટીદારે સ્વચ્છ ભારત મિશન હેઠળ સરેરાશ 25 ઈ-રિક્ષા ખરીદવા કરેલી પ્રક્રિયામાં પારદર્શકતાને મુદ્દે હજુપણ ગંભીર સવાલો છે. જોકે ડીડીઓ વોરાની કામગીરી પારદર્શક હોવાથી મામલો ધ્યાને આવતાં ટેન્ડર રદ્દ કરવાનું કહ્યું. જોકે ડીડીઓએ ટેન્ડર રદ્દ ના કરાવ્યું અને કામગીરી આગળ વધારી. આ પછી ઓનલાઈન ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસની વિગતો મુજબ એક જ માલિકી હોય તેવી ત્રણ કંપનીમાંથી કોઈ એકને ટેન્ડર મળ્યું. આથી રજૂઆત થઈ કે, મનસ્વીપણે ટેન્ડરની આપ-લે થશે. આથી ટેન્ડર રદ્દ કરવાની અણીએ આવ્યું. જોકે છેલ્લી ઘડીએ કોઈ રાજકીય યા તો વહીવટી તાકાતથી ટેન્ડર મનસ્વીવાળાને મળ્યું. આથી સ્થાનિક અરજદારે જીલ્લા વિકાસ અધિકારીને સમગ્ર મામલે ફરિયાદ કરી.

હવે આટલા ઘટનાક્રમ પછી જે થયું એ ચોંકાવનારુ અને ગંભીર સવાલો ઉભા કરે તેવું છે. તપાસ મામલે પૂછતાં ડીડીઓ વોરાએ જણાવ્યું કે, બેથી ત્રણ કચેરીએથી પરિપત્રો મેળવી ખરીદ પ્રક્રિયાની ખરાઇ કરી રહ્યા છીએ. આ દરમ્યાન દિશા મીટીંગ પહેલાં પણ સાંસદ દીપસિંહે પણ તપાસ કરવાનું અટલ સમાચાર ડોટ કોમને જણાવ્યું હતુ. આ સાથે રજૂઆતની અરજી પણ હોવાથી મામલો તપાસની દિશામાં હતો. જોકે અચાનક અગાઉની જેમ વહીવટી અને રાજકીય તાકાતને જોરે ખરીદ પ્રક્રિયા પુરપાટ ઝડપે આગળ વધી તેમાં ઈ-રિક્ષા ખરીદાઈ ગઈ અને ગત દિવસે અડધા કરોડથી વધુ રકમનું ચૂકવણું પણ નિયામક કચેરીએ કરી દેતાં અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. આ મામલે જ્યારે ડીડીઓ વોરાને જણાવી વિગતો પૂછતાં જે થયું એ જાણીને તમે ચોંકી જશો.

જ્યારે આજે સાબરકાંઠા ડીડીઓ વોરાને જણાવતાં કહ્યું કે, નિયામકને મળી લો, હું ટાઇમ સેટ કરી આપું છું. આ પછી ડીડીઓએ કહ્યું કે, ત્રણ વાગ્યે નિયામકને મળજો. જોકે ત્રણ વાગ્યે નિયામકે કચેરીમાં ગયેલા પત્રકાર મિત્રોને સ્પષ્ટ કહી દીધું કે, મને મળવાની જરૂર નથી. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ ઉભો થયો કે, સાહેબ નિયામક છે કે ડીડીઓ? એવું તે શું છે કે, પ્રામાણિક એવા ડીડીઓ વોરાના હુકમને પણ નિયામક પાટીદાર અવગણી રહ્યા છે? શું સાબરકાંઠા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં નિયામક પાટીદાર જ સર્વસ્વ છે? આ સવાલો સમગ્ર ઘટનાક્રમથી ઉભા થઇ રહ્યા છે.