બેફામ@કચ્છ: તલાટીનો લાંચનો ભાવ જાણી ચોંકી જશો, 2 લાખ લેતાં ઝબ્બે, 3 આરોપી ખુલ્યા

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામે આજે લાંચની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. એક નાગરિકને કુકમા ખાતે આવેલ મકાનની આકારણી દાખલ કરાવા જરૂરીયાત પડી હતી. 
 
બેફામ@કચ્છ: તલાટીનો લાંચનો ભાવ જાણી ચોંકી જશો, 2 લાખ લેતાં ઝબ્બે, 3 આરોપી ખુલ્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


કચ્છ જિલ્લામાં સરકારી કામે નાગરિકની દોડધામ અને સામે પગાર થકી સેવામાં રહેતા વચ્ચે મોટું અંતર પડી ગયું છે. જરૂર અને ગરજના ખેલમાં મોટા તોડ કરવાની ઈચ્છાશક્તિ વચ્ચે મોટો ખુલાસો થયો છે. તલાટીએ માત્ર મકાનની આકારણી સામે નાગરિક પાસે અધધધ...4 લાખની લાંચની માંગણી કરી હતી. આ આકારણી પણ ભારેખમ હોય તેમ લાંચ નહિ આપવા હેતું રહીશે એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. આથી ભુજ એસીબી પોલીસે કુકમા ગામ નજીક જ લાંચના છટકાનુ આયોજન કરતાં 2 લાખની લાંચની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે તલાટી અને વચેટીયાને ઝડપી લીધા જ્યારે ગ્રામ પંચાયત સભ્ય પણ આરોપી હોઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણીએ સમગ્ર અહેવાલ    


કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુકમા ગામે આજે લાંચની સનસનીખેજ ઘટના પ્રકાશમાં આવી છે. એક નાગરિકને કુકમા ખાતે આવેલ મકાનની આકારણી દાખલ કરાવા જરૂરીયાત પડી હતી. આથી નાગરિકે કુકમા ગ્રામ પંચાયતના તલાટી વાઘસિંહ તેજસિંહ વાધેલા અને ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ શિવલાલ રાઠોડ સાથે સંપર્ક થયો હતો. આ દરમ્યાન તલાટી અને સભ્યએ આકારણીનુ કામ કરી આપવાના અવેજ પેટે રૂ. 4 લાખની ગેરકાયદેસર લાંચ માંગી હતી. જેમાં એડવાન્સમાં પચાસ ટકા લેખે આજે 2 લાખ રૂપિયા આપવા તલાટી અને સભ્યએ કહેલ પરંતુ નાગરિક લાંચની રકમ આપવા માંગતા ના હતા.

આથી સમગ્ર મામલે જાગૃત નાગરિકે કચ્છ(પશ્વિમ) એ.સી.બી.પોલીસ સ્ટેશન ભુજનો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. આ તરફ ફરિયાદ  આધારે ગોઠવેલ છટકા દરમ્યાન ફરીયાદી પાસેથી તલાટી વાઘસિંહ વાઘેલા અને સભ્ય ઉત્તમ રાઠોડના કહેવાથી લાંચના નાણાં ગામના જ એક નાગરિક નિરવ વિજયભાઈ પરમારે જણાવ્યું કે, નિયમીત રીતે તલાટી અને સભ્ય વતી નાણાં સ્વીકારતાં હોય છે તેવી હેતુલક્ષી વાતચીત જાગૃત નાગરિક સાથે કરી હતી. આથી તુરંત કચ્છ પશ્ચિમ એસીબી પોલીસે ગુનામાં એકબીજાની મદદગારી કરતાં તલાટી વાઘસિંહ વાઘેલા અને વચેટિયા નિરવ પરમારને ઝડપી પાડી સભ્ય ઉત્તમ રાઠોડને પકડવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.