બનાવ@રાજકોટ: બાંધકામ સાઈટ પર 5મા માળેથી પટકાતા શ્રમિક યુવાનનું મોત નીપજ્યું

 શ્રમિક યુવાનનું મૃત્યુ નિપજ્યું
 
દુર્ઘટના@સુરેન્દ્રનગર: ટ્રેઈલર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં બાઈક સવારનું સ્થળે જ મોત 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં મોતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી મોતના બનાવો સામે આવતા હોય છે.  શહેરમાં બાંધકામ સાઇટના પાંચમા માળેથી પટકાતા કડીયા કામ કરતા અશોક કુમાર કુશવાનું મોત થયું હતું. સ્પીડવેલ ગોલ્ડ સાઈટ પર આ બનાવ બન્યો હતો.

મૃતકે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. મૃતકના પરિચિત અને તેની સાથે કામ કરતા શિવકુમાર કુશવાએ જણાવ્યું કે, અશોકકુમાર બિલ્ડિંગના પાંચમા માળે બાલ્કનીના ભાગમાં એક જગ્યાએ લાદીનો ટુકડો ચોંટાડવાનો બાકી હતો ત્યાં લાદી લગાવતો હતો.

ત્યારે જ અચાનક તેને ચક્કર આવ્યા કે અન્ય કોઈ કારણસર બેલેન્સ ગુમાવતા પાંચમા માળથી નીચે પટકાયો હતો. 108ને જાણ કરાતા એમ્બ્યુલન્સના ઇએમટી ડોકટરે મૃત જાહેર કર્યો હતો. મૃતક મૂળ મધ્યપ્રદેશનો વતની હતો અને અપરણિત હતો. જે 2 ભાઈ અને 1 બેનમાં વચેટ હતો.