કાર્યવાહી@ગુજરાત: વાડીલાલના આઈસક્રીમ અને ઝાયડસના ફેટસ્પ્રેડને 17.35 લાખનો દંડ, જાણો શું છે કારણ ?

 
Vadilal

અટલ સમાચાર, ડેસ્ક

રાજકોટ શહેરમાં વાડીલાલનો આઈસ્ક્રીમ અને ઝાયડસના મિક્સ ફેટના નમૂનામાં એસિડિક વેલ્યૂ વધુ હોવાનું સામે આવ્યું છે. ઝાયડસનું ફેટસ્પ્રેડ અને વાડીલાલનો આઈસક્રીમની હલકી ગુણવત્તાનો હોવાથી 17.35 લાખનો આકારો દંડ ફટકાર્યો છે. વાડીલાલ આઈસ્ક્રીમ અને ઝાયડસ વેલનેશ લિમિટેડ કંપની સામે નિવાસી અધિક કલેક્ટર અને એજ્યુડિકેટિંગ ઓફિસરે કાર્યવાહી કરી છે.

વાડીલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને 5 લાખનો દંડ તેમજ તેના ડિસ્ટ્રિબ્યૂટર અને રિટેલરને પણ 5.85 લાખનો દંડ ફટકાર્યો છે. એસિડિક વેલ્યૂ હોવાથી ખાદ્ય પદાર્થની ગુણવત્તા ઘટી જાય છે. અને બગડી પણ જાય છે. જેથી ફૂડ એનાલિસ્ટે નમૂનાને સબસ્ટાન્ડર્ડ જાહેર કર્યો હતો. જેને લઈને અધિક કલેક્ટરની કોર્ટમાં કેસ ચાલ્યો હતો.

બીજી તરફ ધોરાજીમાં કાવેરી નામની પેઢીમાંથી વાડીલાલ બદામ કાર્નિવલ આઈસક્રીમ પેકના નમૂના લેવાયા હતા. જે રિપોર્ટમાં મિલ્ક ફેટનું પ્રમાણ 4 આવ્યું હતું. એકમાં એસિડિક વેલ્યૂ વધારે હતી તો બીજામાં ફેટનું પ્રમાણ ન્યૂનતમ કરતા અડધું હોવાથી કાર્યવાહી કરાઈ હતી.